Current Issue Madhukari

અંક-૧, વર્ષ-૬, જુન - ર૦ર૧

ગુજરાતમાં ડેરી ઉદ્યોગ ક્ષેત્રના લઘુ ધારકોનાં ગતિમાનો

- શિવરાજ સીંગ, કે. પી. ઠાકર, સૌમ્યા સી., આર. એમ. જાડેજા

સારાંશઃ

વિશ્વવમાં ભારત સૌથી વધુ દૂધ ઉત્પાદન ધરાવતો દેશ છે. જે વૈશ્વિક બજારનો લગભગ ર૦ ટકા હિસ્સો ધરાવે છે. આવતાં ૫-૭ વર્ષમાં તેથી પ્રગતિનો દર વધીને ૧૪ ટકા જેટલો થશે એવી અપેક્ષા રાખવામાં આવે છે. પ્રસ્તુત પેપરમાં ગ્રામીણ અર્થવ્યવસ્થામાં ડેરી ઉદ્યોગ ક્ષેત્રની ભૂમિકા સીમાંત ખેડૂતો માટે તીવ્ર ઝડપે મુખ્ય આધાર બને તેવા પ્રયાસો પર, મહત્વની નોંધપાત્ર બાબતો પર પ્રકાશ પાડવામાં આવ્યો છે. પ્રસ્તુત અભ્યાસ ગૌણ માહિતી પર આધારિત છે જેમાં ગુજરાતનો કિસ્સો રજૂ કર્યો છે. ગ્રામીણ ભારતમાં વિકસતો જતો ડેરી ઉદ્યોગ સૂક્ષ્મ દ્રષ્ટિકોણ ધરાવતો હોવાથી આજીવિકાનું આકર્ષક સાધન બની જશે. આ પેપરમાં એવું પણ દર્શાવ્યું છે કે વધુ જમીન ધરાવતા મોટા ખેડૂતો માટે પાક ઉત્પાદન વ્યાપક પ્રમાણમાં આપે છે, પરંતુ સીમાંત ખેડૂતો ડેરી ઉદ્યોગમાંથી આવકનું ઉપાર્જન કરે છે. આ પેપરમાં એવી રજૂઆત કરવામાં આવી છે કે પાક ઉત્પાદનથી એકંદરે આવકની અસમાનતાનો અતિરેક થાય છે. આ વિશ્લેષણ દર્શાવે છે કે કુલ ઉત્પાદન આપનારી વસ્તુઓની અવનતિ થાય છે. એવું પણ શકય છે કે ઉચ્ચ મૂડીરોકાણ વિપરીત દિશામાં સંબંધ સ્થાપિત કરે છે. આવું લક્ષણ કોઇ પણ વધારાનું મૂડી રોકાણ કર્યા વગર સંગઠિત ડેરી ક્ષેત્રથી જીવનનિર્વાહ થઇ શકે છે એવું દર્શાવે છે. નિકટના ભવિષ્યમાં ઓછા સમયમાં પ્રસ્તુત અભ્યાસનાં સામાન્યતઃ તારણોથી એક એવી ભલામણ કરવામાં આવી છે કે ડેરી ઉદ્યોગ ક્ષેત્રને વધારે પ્રત્સાહિત કરવાની જરૂર છે. આના દ્વારા ખેડૂતો અને ડેરી ઉદ્યોગ બંને પરિસ્થિતિને સરળતાથી જીતી શકાશે.

ચાવીરૂપ શબ્દોઃ ડેરી, ગુજરાત, ઉત્પાદનલક્ષી પરિબળ, વિપરિત દિશાના સંબંધો, ખેડૂતોની આવક

ભારતમાં ગ્રાીમણ પરિવર્તન અને સંસ્થાગત ધિરાણઃ પરિવર્તનશીલ અગ્રતા અને ખૂટતી કડીઓ

- તારા નાયર

સારાંશઃ


પ્રસ્તુત પેપરમાં ભારતમાં સંસ્થાગત ધિરાણનાં મુખ્ય વલણોનું કેટલાક દાયકાઓનું વિશ્લેષણ કરવામાં આવ્યું છે. આનો મુખ્ય હેતુ સંગઠનો વચ્ચેની ધિરાણ બજાર અને એકંદર ગ્રામીણ કલ્યણની આલોચના કરવાનો છે. આ પેપરમાં વૈકલ્પિક સંસ્થાગત વ્યવસ્થાનો શુભારંભ વર્ષ ૧૯૯૦ના મધ્યથી થયો છે જેનો આશય ઔપચારિક બેંકના વ્યવહારની પદ્ધતિની વ્યવસ્થાને મદદ કરવાનો છે અથવા ગ્રામીણ વિસ્તારની આંતરિક દરમિયાનગીરી ઘટાડવાનો છે. વિશેષ કરીને હમણાં ઉભી થયેલ નાણાકીય બજારોની સ્પર્ધાને ઉત્તેજન આપવાનો છે. આ વિશ્લેષણ દર્શાવે છે કે ગ્રામીણ અને ખેતીવાડી વિષયક બાબતોને ધિરાણમાં અગ્રતા આપીને નાના કરજદારોને કેન્દ્રિત કર્યા છે. નાના ઋણદારોમાં પ્રગતિશીલ મંદી આવી છે તે વર્ષ ૨૦૦૦માં વધુ સ્પષ્ટ જણાય છે. જોકે ગ્રામીણ અને ખેતી વિષયક ધીરાણ કે લેણી રકમની નિશ્ચિત માત્રા આગળ પડતી હતી. તેમાં દાયકા દરમિયાન નોંધપાત્ર વધારો થયો છે.

ચાવીરૂપ શબ્દોઃ સૂક્ષ્મ કે લઘુ ધિરાણ વ્યવસ્થા, ગ્રામીણ ધિરાણ, નાણાકીય સંસ્થાઓ, ગ્રામીણ બેંક વ્યવહારો.

કોરોના મહામારીમાં અસંગઠિત ક્ષેત્રોમાં કામ કરતા શ્રમિકોના અનુભવો

- ર્ડા. રાજેશ લકુમ

સારાંશઃ


પ્રસ્તુત લેખ ક્ષેત્રકાર્ય પર આધારિત છે. આ લેખમાં 'કોરોના' મહામારી દરમિયાન ભોગ બનેલ અસંગઠિત ક્ષેત્રોમાં કામ કરતા શ્રમિકોના અનુભવો તેમજ શ્રમિક સંગઠનોની ભૂમિકા અને સ્વૈચ્છિક સંગઠનોના યોગદાન વિશે ચર્ચા કરવામાં આવી છે. અસંગઠિત ક્ષેત્રોમાં શ્રમિકો મુખ્યત્વે ઝારખંડ, છત્તીસગઢ, પશ્ચિમ બંગાળ, ઓડિશા (ઓરિસ્સા), ઉત્તર પ્રદેશ, મહારાષ્ટ્ર, મધ્ય પ્રદેશ અને આસામમાંથી સ્થળાંતર કરે છે. ગુજરાતના અલગ અલગ જિલ્લામાંથી વિપુલ પ્રમાણમાં શ્રમિકો સ્થળાંતર કરે છે. આ શ્રમિકો બાંધકામ, ખેતી, ઇંટના ભઠૃા, જિનિંગ ઉદ્યોગ અને અન્ય નાના ઉદ્યોગ ધંધામાં શ્રમ કરે છે. આ શ્રમિકોને 'કોરોના' લોકડાઉન દરમિયાન અને ત્યારબાદ પણ પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડયો છે. લેખનો ઉદ્દેશ તેમના દુઃખભર્યા અનુભવો અને બિનસરકારી સંસ્થાની કામગીરી ઉપર પ્રકાશ પાડવાનો રહેલો છે.

ચાવીરૂપ શબ્દોઃ 

અસંગઠિત ક્ષેત્રો, સ્થળાંતર શ્રમિકો, અનુભવો અને સ્વૈચ્છિક સંગઠનો.

institute address

Thaltej Road, Near Door Darshan Kendra, Ahmedabad, 380 054 Gujarat, India.

contact / fax number

+91 79 26850598

+91 79 26851714