About the Journal Madhukari

'માધુકરી' જર્નલના સભ્ય બનવા/બનાવવા નમ્ર અપીલ

સરદાર પટેલ ઇન્સ્ટિટયૂટ ઓફ ઇકોનોમીક એન્ડ સોશ્યલ રીસર્ચ જે સામાજીક વિજ્ઞાનની રાષ્ટ્રીય સંશોઘન સંસ્થાન છે. જે આઇ.સી.એસ.એસ.આર. દ્વારા ભારત સરકાર અને ગુજરાત સરકારની સંયુકત નાણાકીય સહાયથી ચાલે છે તે દેશના ઘરેલુ આર્થિક પ્રશ્નોના ઉકેલ તેમજ નવા વિચારોનો સ્ત્રોત પૂરો પાડે છે. તેના સંશોધકોએ કરેલ વિશાળ પાયા પરના સંશોધનને તેમજ અન્ય વિદ્વાનોનાં કાર્યોને જર્નલ (માધુકરી અને અન્વેષક), મોનોગ્રાફ, વર્કિંગ પેપર દ્વારા લોકો સુધી પહોંચાડે છે.

અમારું જૂનું પ્રતિષ્ઠિત અર્ધવાર્ષિક જર્નલ 'માધુકરી' ગુજરાતી ભાષામાં છે જે સમકક્ષ સમીક્ષિત (Peer reviewed) અને ISSN નંબર ધરાવે છે. માધુકરી જર્નલ એ બહુવિધ વિષયક શૈક્ષણિક જર્નલ છે જેનો મુખ્ય ઉદે્શ આંતરવિષયક સંશોધનને પ્રોત્સાહન આપવાનો છે. જેમાં અર્થશાસ્ત્ર, સમાજશાસ્ત્ર, રાજયશાસ્ત્ર, શિક્ષણ, મેનેજમેન્ટ અને તેનાં સંબંધિત ક્ષેત્રોનો સમાવેશ થાય છે. 

અગાઉ 'માધુકરી'એ સામાજિક વિજ્ઞાનને આવરી લેતા ઘણા સંશોધન પેપર અને લેખો પ્રાપ્ત કરી પ્રકાશિત કર્યા છે. અમારું ધ્યેય સમાજ વિજ્ઞાનના સંશોધકો, શિક્ષણવિદો અને રીસર્ચ સ્કોલરને તેમજ પ્રદેશના વ્યાવસાયિકોને સાથે લઇને પ્રદેશ અંગેનાં સંશોધનો અને વિચારોને પ્રોત્સાહન આપવાનું છે.

વિદ્વાન અને અનુભવી લેખકોના ગુણવત્તાયુકત સંશોધન પેપર અને લેખ આપના જ્ઞાનમાં વૃદ્ધિ કરશે. ઉપરાંત સંશોધનમાં સંદર્ભ સાહિત્ય તરીકે તેમજ વિદ્યાર્થીઓને શિક્ષણમાં આ જર્નલ ખૂબ ઉપયોગી બનશે. ગુજરાતી ભાષામાં સમાજવિજ્ઞાન અને શિક્ષણને લગતાં જર્નલ ખૂબ ઓછાં છે ત્યારે વૈશ્વિક કક્ષાથી લઇને સ્થાનિક કક્ષાનાં સામાજિક સંશોધન અને લેખનથી માહિતગાર થવા માટે 'માધુકરી' જર્નલના સભ્ય બનવા તેમજ આપની સંસ્થાના અધ્યાપકોને સભ્ય બનાવી તેનું લવાજમ ભરીને જ્ઞાનના પ્રસારમાં સહભાગી બનશો.

institute address

Thaltej Road, Near Door Darshan Kendra, Ahmedabad, 380 054 Gujarat, India.

contact / fax number

+91 79 26850598

+91 79 26851714