Current Issue Madhukari

અંક-૧, વર્ષ-૧૧, જૂન – ૨૦૨૬

મુખ્ય ભારતીય રાજયોમાં કેલરી કુપોષણ, આરોગ્ય માળખાગત સુવિધાઓ અને આવકનું સ્તરઃ આંતરજોડાણોનું પ્રયોગમૂલક સંશોધન

- અમરજીતસિંહ શેઠી, રીતુ પાંઘી

સારાંશઃ

પ્રસ્તુત પેપરમાં એવો પ્રયાસ કરવામાં આવ્યો છે કે કેવી રીતે ભારતનાં પ્રમુખ રાજયોમાં વિસ્તાર પર આરોગ્યના આધાર માળખા અને આવકનો પ્રભાનવ પડે છે એની કેલરી અલ્પપોષણ પર કેવી રીતે અસર થાય છે. આ વિસ્તારનું માપન ફોસ્ટર-ગ્રીર-થોરબેક આંક દ્વારા કરવામાં આવ્યું છે તેની સાથે a=2 એ સૂચક આંક છે. આરોગ્યના આધાર માળખાની ઓળખ તથા અન્વેષણ સંબંધી ઘટક વિશ્લેષણ માટે વિવિધ સંકેતોનો ઉપયોગ કર્યો છે. રાષ્ટ્રીય નમૂનાઇ મોજણી તંત્રના ત્રણ રાઉન્ડની મોજણીનો અમલ કરવામાં આવેલો છે. પ્રત્યેક શહેરી અને ગ્રામીણ પ્રદેશની અંદર કેલેરી, અલ્પપોષણનું સરેરાશ સ્તર પર નિરીક્ષણ કર્યુ હતું જે એકંદરે અલગ હતું. સર્વગ્રાહી અને કામચલાઉ રીતે સમય સાથે સંબંધિત હતું. વિશેષમાં પ્રમુખ રાજયોમાં આરોગ્યના આધાર માળખાની સમય સાથે સંબંધિત ફેરબદલી પસાર કર્યા. કેલેરી, અલ્પપોષણ વચ્ચેના પારસ્પરિક આંતરિક જોડાની આરોગ્યના આધારભૂત માળખા અને વ્યકિતદિઠ આવકની તપાસ યાદીનું માહિતી પ્રત્યાવર્તન વિશ્લેષણ કર્યું છે. ચિત્રાત્મક સ્પસ્ટીકરણ પરસ્પર જોડાણની શકિત પથગુણાંક વિશ્લેષણ દ્વારા મેળવેલ છે. વિશ્લેષણાત્મક તારણો સૂચવે છે કે આરોગ્યના આધાર માળખાને સુદ્રઢ કરવાની અતિશય આવશ્યકતા છે. ખાસ કરીને પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો અને સામુદાયિક આરોગ્ય કેન્દ્રોની બાબતમાં આરોગ્યનું માળખું સુદ્રઢ કરવાની જરૂર છે.

ચાવીરૂપ શબ્દોઃ કેલરી અલ્પપોષણ, આરોગ્યનું આધાર માળખું, એફજીટી આંક, સમયશ્રેણીનું ઘટક પૃથ્થકરણ, પથગુણાંક વિશ્લેષણ.

વૈશ્વિક આર્થિક અસમાનતા અંગે વિશ્વબેંક અને આર્થિક અસમાનતા લેબનાં અભિગમ તથા ભારતનાં અનુભવો

- ર્ડા. મંજૂલા લક્ષ્મણ

સારાંશઃ


માનવજાતે વૈજ્ઞાનિક પ્રગતિ દ્વારા અદ્ધિતીય ભૌતિક સમૃદ્ધિ હાંસલ કરી છે, છતાં આર્થિક અસમાનતા ૨૧મી સદીની સૌથી મોટી પડકારરૂપ સમસ્યા છે. વિશ્વબેંક, આર્થિક વિકાસ અને સહકાર સંગઠન, સંયુકત રાષ્ટ્ર, ઓકસફમ, અને આર્થિક અસમાનતા લેબ રાષ્ટ્રો વચ્ચેની અને રાષ્ટ્રમાં જોવા મળતી આર્થિક અસમાનતાને માપવાનું કાર્ય કરે છે. તે પૈકી પ્રસ્તુત લેબમાં વિશ્વબેંક અને વિશ્વ આર્થિક અસમાનતા લેબના અસમાનતા માપન અભિગમ અંગે ચર્ચા કરવામાં આવી છે, તથા આ સંસ્થાઓના આધારે અસમાનતા અંગે ભારતમાં અસમાનતાનું વિશ્લેષણ કરવામાં આવ્યું છે. વિશ્વબેંક ગિની આંક દ્વારા આવક વિતરણનું માપન કરે છે, જયારે વિશ્વ અસમાનતા લેબ સંપત્તિ, તકો અને સામાજિક પરિમાણોને ધ્યાનમાં લે છે. વિશ્વબેંક, અનુસાર, ભારતમાં આર્થિક અસમાનતા ગિની આંકના સંદર્ભે ઘટી છે જયારે વિશ્વ અસમાનતા લેબ અનુસાર ભારતની આવક અને સંપત્તિની અસમાનતા વધી છે અને ટોચના ૧ ટકા અને ૧૦ ટકાની આવક અને સંપત્તિમાં અસાધારણ વધારો થયો છે. આર્થિક અસમાનતાના માપનમાં વિશ્વ અસમાનતા લેબની પધ્ધતિ વધુ સર્વગ્રાહી અને અસરકારક જણાય છે. અસમાનતા ઘટાડવા માટે માત્ર આર્થિક વૃધ્ધિ પૂરતી નથી, પરંતુ પ્રગતિશીલ કર, શિક્ષણ-સ્વાસ્થ્યમાં રોકાણ અને સામાજિક સુરક્ષા જેવી નીતિઓ અનિવાર્ય છે.

ચાવીરૂપ શબ્દોઃ આર્થિક અસમાનતા, વિશ્વબેંક, વિશ્વ અસમાનતા લેબ, વિશ્વ ભારત.

અમદાવાદ શહેરની પરિવહન વ્યવસ્થામાં રેપિડો રિક્ષાચાલકોની ભૂમિકા અને તેમની સામાજિક-આર્થિક સ્થિતિ – એક અભ્યાસ

- ર્ડા. હસમુખ પંચાલ

સારાંશઃ


ગુજરાત અમદાવાદ શહેરના મ્યુનિસિપલ કોર્પોરેશન વિસ્તારની અંદાજિત વસ્તી ૭.૭૪ મિલિયન છે. જે ભારતનું ૭મું સૌથી મોટુ નગર છે. અમદાવાદમાં નગરજનોનાં દૈનિક જીવનમાં પરિવહન સેવાઓ અનિવાર્ય બની ગઇ છે. આધુનિક યુગમાં પરિવહન પ્રણાલી સમાજના આર્થિક અને સામાજિક વિકાસમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. અમદાવાદમાં લાલબસ-એએમટીએસ, બીઆરટીએસ, મેટ્રો જેવી પબ્લિક પરિવહન સેવાઓ છે, પણ અમદાવાદનો રિક્ષાવાળો વિશેષ સેવા આપે છે. રિક્ષા જેવી સરળ અને સસ્તી પરિવહન વ્યવસ્થા લાંબા સમયથી શહેરી સમુદાય માટે ઉપયોગી રહી છે. ૧૯મી સદીમાં શરૂ થયેલી ઓટો-રિક્ષા પ્રણાલી આજે ડિજિટલ પ્લેટફોર્મ આધારિત સેવાઓ સુધી પહોંચી ગઇ છે. ખાસ કરીને રેપિડો જેવી કંપનીઓએ પરિવહન ક્ષેત્રમાં ક્રાંતિ સર્જી છે. રેપિડો જેવી સેવાઓએ રોજગારના નવા અવસર ઉભા કર્યા છે. વિશ્વમાં પરિવહન ક્ષેત્રમાં વિવિધ ડિજિટલ કંપનીઓ છે, પણ રેપિડો રિક્ષા એ ભારત માટે છે. જેમાં બાઇકની સેવાથી શુભારંભ થયેલ અને તે સેવા સૌથી વધુ છે, ત્યારબાદ રિક્ષાની સેવા શરૂ થયેલ. પરંતુ આ ક્ષેત્રમાં કામ કરતા રિક્ષાચાલકોની આવક અસ્થિરતા, કામના કલાકો, સામાજિક સ્થિતિને સમજવી જરૂરી છે. તે માટે સર્વેક્ષણ પધ્ધતિથી, મુલાકાત અનુસૂચિ ટેકનિક દ્વારા, ૪૦ જેટલા રિક્ષાચાલકોની પ્રાથમિક માહીતી મેળવી પ્રસ્તુત અભ્યાસ કર્યો છે. રેપિડો રિક્ષાચાલકોની સામાજિક-આર્થિક સ્થિતિનો આ અભ્યાસ છે.

ચાવીરૂપ શબ્દોઃ અમદાવાદ શહેર, રેપિડો, ઓટોરિક્ષા, રિક્ષાચાલકો, પરિવહન, રોજગારી.

ટકાઉ વિકાસના ધ્યેયો – ૨ (એસડીજીએસ-ર) અને બજેટ

- મહેન્દ્ર જેઠમલાની અને રાજેશ લકુમ

સારાંશઃ


ટકાઉ વિકાસના ધ્યેયો-ર ઉદ્દેશ છે કે વર્ષ ૨૦૩૦ સુધીમાં ભૂખમરાની નાબૂદી કરવી, ખાદ્ય સુરક્ષા પ્રાપ્ત કરવી, પોષણક્ષમતામાં સુધારો કરવો અને ટકાઉ કૃષિને પ્રોત્સાહિત કરવી. આ ઉદ્દેશની સીધી અસર લોકોના આરોગ્ય, અર્થતંત્ર અને સુખાકારી પર પડે છે. આ સંશોધન લેખ ટકાઉ વિકાસને ધ્યેયો-૨ પ્રાપ્ત કરવા કેવી વ્યૂહરચના જાહેર બજેટમાં રાખવામાં આવી છે તે અંગે વિમર્શ કરવામાં આવશે. આ અભ્યાસ ગુજરાતના ટકાઉ વિકાસના ધ્યેયો-રના સંદર્ભમાં ભૂખમરાની નાબૂદી કરવી અને ટકાઉ કૃષિને પ્રોત્સાહિત કરવી અને ખાદ્ય સુરક્ષા સુધારવા માટેના પ્રયત્નોનું મૂલ્યાંકન કરવામાં આવશે. ટકાઉ વિકાસના ધ્યેયોનું કેવી રીતે બજેટિંગ એક પધ્ધતિશાસ્ત્ર તરીકે કામગીરી કરે છે? તથા બજેટની ભાગીદારીનું મહત્વ શું છે? અને રાજય સરકારો ટકાઉ વિકાસના ધ્યેયો પ્રાપ્ત કરવા કેવી રીતે નાણાકીય સંશાધનોનું આયોજન કરે છે વગેરે બાબતો અંગે ચર્ચા-વિચારણા કરવામાં આવશે. ટકાઉ વિકાસના ધ્યોયો-ર સમાવિષ્ટ છે તે અંગે ચર્ચા કરવામાં આવશે. ગુજરાતમાં ટકાઉ વિકાસના ધ્યેયો-ર પ્રાપ્ત વ્યાપક અને અસરકારક બજેટની ફાળવણી કરવામાં આવે છે તેનું વિશ્લેષણ કરવામાં આવશે.

ચાવીરૂપ શબ્દોઃ ધ્યેયો-ર, બજેટ, સરકારી યોજના અને નીતિઓ.

ટકાઉ વિકાસના ધ્યેયો – ૪ (એસડીજીએસ-૪)ના પરિપ્રેક્ષ્યમાં ભારત

- દિપ્તિ પ્રજાપતિ

સારાંશઃ


સંયુકત રાષ્ટ્રના સંપોષિત વિકાસના લક્ષ્યોમાં નાગરિકના સંપોષીત વિકાસના ૧૭ લક્ષ્યાંકો ભારતે સ્વીકાર્યા છે. જે અનુસાર વૃષ ૨૦૩૦ સુધીમાં દેશમાં સુધારો કરવો, ભૂખમરો-ગરીબી નાબૂદ કરવી, ગુણવત્તાયુકત શિક્ષણ આપવું, પીવાના સ્વચ્છ પાણીની ઉપલબ્ધતા, અસમાનતામાં ઘટાડો જેવા આપણા ધ્યેય છે. ટકાઉ વિકાસ ધ્યેય-૪નો ઉદ્દેશ સર્વગ્રાહી અને સમાન ગુણવત્તાયુકત શિક્ષણની ખાતરી અને બધા માટે આજીવન શીક્ષણની તકો પર ભાર મૂકે છે. રાષ્ટ્રના વિકાસમાં શિક્ષણ એ અગત્યનો ભાગ ભજવે છે. શિક્ષણ માટે કરવામાં આવતું મૂડીરોકાણ વ્યકિતની ઉત્પાદકતામાં વધારો કરે છે. વ્યકિત પોતાની જરૂરીયાતો પૂર્ણ કરવા સક્ષમ બને છે. ગુણવત્તાયુકત શિક્ષણ અને ભારતના વર્તમાન પ્રવાહોને જાણવા, ભારત સરકારની શિક્ષણની જોગવાઇને તપાસવી તેમજ ટકાઉ વિકાસ લક્ષ્યાંક-૪ પ્રાપ્ત કરવામાં પડકારોને જાણવા તે આ સંશોધન લેખનો મુદૃય ઉદ્દેશ છે. પ્રસ્તુત સંશોધન લેખ ગૌણ માહીતીના આધારે છે. જેમાં ભારત સરકારના અંદાજપત્રો, ખાનગી સંશોધન, આયોજન પંચના અહેવાલો વગેરેનો આધાર લેવામાં આવેલ છે.

ચાવીરૂપ શબ્દોઃ ટકાઉ વિકાસ, ગુણવત્તાયુકત શિક્ષણ, ભારત.

institute address

Thaltej Road, Near Doordarshan Kendra, Ahmedabad, 380 054 Gujarat, India.

contact / fax number

+91 79 2685 0598

+91 79 2685 1714