અંક-૨, વર્ષ-૭, ડિસેમ્બર - ર૦ર૨
ઉદ્યોગ સાહસિકતા દ્વારા મહિલા સશકતીકરણઃ પ્રધાનમંત્રી મુદ્રા યોજનાની ભૂમિકા
- પુષ્પેન્દર કુમાર અને દિવ્યા નંદ્રાજોગ
સારાંશઃ
વિશ્વની આરપાર તમામ બાબતોમાં મહિલા સાહસિકોને તેમના વિકાસ અને વૃદ્ધિની પ્રક્રિયામાં કેટલાક પડકારોનો સામનો કરવો પડે છે. સરળતાથી મૂડી સુધી પહોંચવાનો અભાવ, જમીનની માલિકી અથવા મિલકતોની ઓળખ વિકસતા દેશોની મહિલાઓની ઉદ્યોગ સાહસિકતાની યાત્રાના મુખ્ય અવરોધો છે. જેનો સામનો સ્ત્રીઓને કરવો પડે છે. ઉદ્યોગ સાહસકર્તા સંબંધી બાબતોની વૃદ્ધિને સમર્થન આપવા માટે મૂડીના અભાવે સમસ્યાને નબળી પાડવા માટે લઘુ ધિરાણની કે નાણાકીય વ્યવસ્થા કરવી એ વૈકલ્પિક ઉપાય જણાય છે. કેટલીક લઘુ નાણાની વ્યવસ્થા કરતી સંસ્થાઓ પહેલેથી અર્થવ્યવસ્થામાં કાર્યરત છે જે ગરીબ લોકોને નાણાકીય વ્યવસ્થાની સુવિધા સરળતાથી ઉભી કરી આપે છે. પરંતુ તેની અસરકારતા માટે સમસ્યા છે. તાજેતરમાં કેન્દ્ર સરકારે એક કાર્યક્રમનો આરંભ કર્યો છે જેને પ્રધાનમંત્રી મુદ્રા યોજના (પી.એમ.એમ.વાય.) તરીકે ઓળખવામાં આવે છે. જેના હેતુઓ ધિરાણ અને મુદતી અનિધિક નાણાં આપીને નાના તથા મધ્યમ કદના ઉદ્યોગ સાહસિકોને પ્રોત્સાહન પૂરું પાડવાનો છે. પ્રસ્તુત અભ્યાસમાં મુદ્રા ધિરાણની ભૂમિકા મહિલાઓની ઉદ્યોગ સાહસિકતાને વધારવામાં અને દિલ્હી એન.સી.આર. પ્રદેશની મહિલાઓને સશકત કરવા જેવી બાબતોની તપાસ કરી છે. અભ્યાસની માહિતીના વિશ્લેષણ માટે કોષ્ટકો અને આલેખ જેવી બાબતોનો ઉપયોગ કર્યો છે.
ચાવીરૂપ શબ્દોઃ મુદ્રા ધિરાણ, શહેરી વિસ્તાર, મહિલા ઉદ્યોગ સાહસિકતા, મહિલા સશકતીકરણ.
અનુસૂચિત જાતિનાં કુટુંબોમાં ધિરાણની સ્વીકાર્યતા અને નાણાંકીય બાબતોનો સમાવેશ કરવાની ક્રિયાનું કાર્યક્ષેત્ર
- જયોલ્સના એસ. અને શૈજુમોન સી. એસ.
સારાંશઃ
અર્થવ્યવસ્થામાં વૃદ્ધિ પ્રાપ્ત કરવા માટે નાણાંકીય કાર્યક્ષેત્ર સૌથી અગત્યનું પાસું છે. પ્રસ્તુત અભ્યાસનો મુખ્ય આશય કેરાલામાં અનુસૂચિત જાતિના કુટુંબોમાં ધિરાણ લેવાના બનાવોનું નાણાંકીય કાર્યક્ષેત્ર વિશ્લેષણ કરવાનો છે. પ્રસ્તુત અભ્યાસમાં સીમાવર્તી અનુસૂચિત જાતિનાં કુટુંબોમાં નાણાંકીય બાબતોનો સમાવેશ કરવાના કાર્યક્ષેત્રનાં વિસ્તાર માટે નાણાંકીય સેવાઓમાં વપરાયેલાં પરિમાણોનો ઉપયોગ સંકેતકોના માપદંડોને માપવા માટેના માળખા સાથે કર્યો છે. આ અભ્યાસમાં જોવા મળ્યું છે કે અનુસૂચિત જાતિનાં કુટુંબોનું જોડાણ નાણાંકીય બાબતો સાથે ઔપચારિક રીતે ધિરાણ કે કરજનો હિસ્સો જોવા મળ્યો છે. પ્રસ્તુત અભ્યાસમાં એવું પણ જોવા મળ્યું છે કે નાણાંકીય બાબતોનો સમાવેશ કરવાની ક્રિયા સાથે સંકળાયેલા અનૌપચારિક સ્ત્રોતોમાં વધારો થયો છે. આવા સ્ત્રોતો અનુસૂચિત જાતિનાં કુટુંબોને કરજ આપે છે જે રસપ્રદ બાબત છે. આ અભ્યાસમાં એમ પણ જોવા મળ્યું છે કે અનૌપચારિક નાણાંકીય ફરજ આપતા સ્ત્રોતો અત્યંત પ્રચલિત અને કાર્યરત બન્યા છે. આવા નાણાંકીય કરજ આપનારા તજજ્ઞો દ્વારા અનુસૂચિત જાતિનાં કુટુંબોને ઋણ આપનારાઓનો હિસ્સો નોંધપાત્ર છે.
ચાવીરૂપ શબ્દોઃ નાણાંકીય કાર્યક્ષેત્ર, કરજ કે ધિરાણના સ્ત્રોતો, અનૌપચારિક ઋણ ગ્રહણ કરનારાઓ, સ્વસહાય જૂથો, અનુસૂચિત જાતિના કુટુંબો.
Thaltej Road, Near Door Darshan Kendra, Ahmedabad, 380 054 Gujarat, India.
+91 79 26850598
+91 79 26851714