અંક-૧, વર્ષ-૭, જૂન - ર૦ર૨
પ્રાચીન યુગ અને ત્યાર પછીના સમયગાળા દરમ્યાન ભારતમાં અને પશ્ચિમમાં આર્થિક વિદ્ધત્તા કે વિજ્ઞતા
- આર્નબ મજુમદાર
સારાંશઃ
ઘણા સમયથી પ્રાચીન ભારતમાં પ્રમાણભૂત વૈજ્ઞાનિક વિદ્ધતાની સમસ્યાનો વિકાસ થયો છે જે ચર્ચાવિચારણાનો વિષય બન્યો છે. પ્રાચીન ભારતમાં વૈજ્ઞાનિક વિચારો વિષેની રૂઢિવાદિતા બાબતે ઘણા વિવિધ વિચારો હતા તે આધુનિક સમયને અનુરૂપ છે. અદ્યતન સમયમાં આવી વિચારણાએ ઉત્સાહને પુનઃ પ્રાપ્ત કર્યો છે. આર્થિક અને નાણાકીય બાબતો માનવજીનની નિર્ણાયક બાબતો છે. બુદ્ધિજીવીઓ આને માટે બહુ રસ નથી દાખવાતા. એ અસાધારણ બાબત છે કે પ્રાચીન ભારતમાં આર્થિક વિદ્ધત્તાની સ્થિતિની ખાતરી કરીને તેની ગુણવત્તાનું આજના વિશ્વની અનુરૂપતા સાથે અર્થઘટન કરે, તદુપરાંત પાશ્વાત્ય વિચારકોની સામાન્ય સમજણ એવી છે કે પ્રાચીન ભારતના બૌદ્ધિક પ્રયાસો અમૂર્ત છે તેની વિષયવસ્તુ થારલૌકિક અથવા આધ્યાત્મિક છે તેને વ્યાવહારિક જીવનનાં પાસાં સાથે કોઇ લેવા દેવા નથી. આ ભૂમિકામાં પ્રસ્તુત અભ્યાસમાં એ હકિકતને બળવત્તર બનાવવાનો પ્રયાસ કર્યો છે કે ભારતીયો અને પશ્ચિમના વિદ્ધાનો બંનેમાં વિકાસ અને આર્થિક વિદ્ધતા અંગે સમજણ અને જાગૃતિનો અભાવ હોઇ શકે. પ્રાચીન ભારતમાં કેટલાંક દ્રઢ વ્યવહારલક્ષી પાસાં જેવાં કે નાણાં અને નાણાંની જોગવાઇ બૌદ્ધિક સ્વાધ્યાયનો સંપૂર્ણ હિસ્સો હતાં. પ્રસ્તુત પેપરમાં એવી દલીલ કરવમાં આવી છે કે પ્રાચીન ભારતમાં અને ત્યારપછીના સમયમાં આર્થિક વિદ્ધતાનું સ્તર વધારે ઉંચું છે. તત્કાલીન બૌદ્ધિકો તેમના કાર્યક્ષેત્રમાં એકસમાન દિશામાં હતા.
ચાવીરૂપ શબ્દોઃ પ્રાચીન ભારતીય આર્થિક વિદ્ધતા, કોટિલ્ય અર્થશાસ્ત્ર, ઋગવેદ, વેદો, પુરાણો, નીતિશાસ્ત્ર.
દલિત અને મહિલા આંદોલનનો અવાજઃ ગેલ ઓમ્વેદ્ત
- ર્ડા. વંદના પરમાર
સારાંશઃ
દલિત, મહિલા અને બહુજન આંદોલનની મહત્વની આજ માનવામાં આવતી ગેલ ઓમ્વેદ્તનું ર૫ ઓગષ્ટ, ૨૦૨૧ના રોજ મહારાષ્ટ્રના સાંગલી જિલ્લાના કાસેગાઉમાં ૮૧ વર્ષની વયે અવસાન થયેલ હતું. જેથી ભારતમાં ચાલતા પ્રતિકાર આંદોલનમાં મહત્વની ખોટ ઉભી થઇ છે. તેઓ અમેરિકન મૂળનાં ભારતીય નિવાસી હતા. તેમને ભારતમાં મહાત્મા ફૂલેના કાર્ય, બાબસાહેબ આંબેડકરની વિચારધારા તેમજ બિન-બ્રાહ્મણ ચળવળો ઉપર પ્રકાશ આપવાના કાર્યમાં તેમનું મહત્વનું યોગદાન રહેલ છે. આ ઉપરાંત, તેમણે દલિત રાજકારણ, જાતિ વિરોધી આંદોલન તથા મહિલા સંઘર્ષનો અવાજ આપવાનું કાર્ય પણ કરેલ છે. પ્રસ્તુત લેખમાં, તેમના પ્રતિકાર ચળવળોમાં આપેલ યોગદાન પર પ્રકાશ આપવાનો પ્રયાસ કરવમાં આવેલ છે. જેમાં પ્રથમ તેમનું પ્રારંભિક જીવન, તેમનું ભારતમાં સંશોધન, મહત્વનાં પુસ્તકો તેમજ દલિત, બહુજન અને મહિલા સંઘર્ષના પરિપ્રેક્ષ્યમાં તેમની વિચારધારાને યોગદાનને સમજવાનો પ્રયત્ન કરવામાં આવેલ છે.
ચાવીરૂપ શબ્દોઃ ગેલ ઓમ્વેદ્ત, દલિત અને બિન-બ્રાહ્મણ ચળવળો, મહિલા સંઘર્ષ, બહુજન આંદોલન.
ટીસ્યુકલ્ચર કેળની ખેતી કરતા ખેડૂતોનો અભ્યાસ (નર્મદા જિલ્લા નાંદોદ તાલુકાના હજરપુરા અને ભુછાળ ગામના સંદર્ભમાં - તુલનાત્મક અભ્યાસ)
- શીતલ માળી
સારાંશઃ
કૃષિક્ષેત્રે દેશની મોટા ભાગની વસ્તી રોકાયેલી છે. આ ક્ષેત્ર મોટા ભાગના લોકોને રોજગારી પૂરી પાડે છે. ઔદ્યોગિક ક્ષેત્રના વિકાસ પર પણ કૃષિક્ષેત્ર અસર કરે છે. કૃષિક્ષેત્રનું ઉત્પાદન ઘટતા તેમાં રોકાયેલા લોકોની આવક પણ ઘટે છે. કૃષિનો જીડીપી૨માં ફાળો આશરે ૧૫ ટકા છે અને ૫૦ ટકા કરતાં વધુ લોકોને આ ક્ષેત્ર રોજગારી પૂરી પાડે છે. આમ કૃષિક્ષેત્રે ઉત્પાદન વધારવા માટે નવી નવી ટેકનોલોજી અને સુધારાઓ થયા છે. જેમાનું એક ટીસ્યુકલ્ચર/પેશીસંવર્ધનને પણ ગણાવી શકાય. પરંપરાગત ઉત્પાદન પદ્ધતિની તુલનાએ ટીસ્યુકલ્ચર પદ્ધતિએ ઉત્પાદનમાં વધારો અને પાકની ગુણવત્તામાં સુધારો જોવા મળે છે. તેથી પ્રસ્તુત અભ્યાસમાં ટીસ્યુકલ્ચર પદ્ધતિ શું છે? ટીસ્યુકલ્ચર કેળના પાકની ખેતી કઇ રીતે થાય છે ? આ પ્રકારના પાકની ખેતી કરતા ખેડૂતોની સામાજિક આર્થિક પરિસ્થિતિ શું છે ? આ પ્રકારની ખેતી કરવામાં માટે ખેડૂતોને એકરદીઠ ખર્ચ, ઉત્પાદન અને આવક કેટલી પ્રાપ્ત થાય છે ? તેમજ આ પ્રકારની ખેતી કરવાથી ખેડૂતોને આર્થિક વિકાસ થયો છે કે નહિ આવકમાં વધારો થયો છે કે નહિ તે જાણવાનો પ્રયત્ન આ અભ્યાસમાં કરવામાં આવેલ છે. આ અભ્યાસ પ્રાથમિક અને દ્ધિતીય માહિતી પર આધારિત છે. આ અભ્યાસ નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના હજરપુરા અને ભુછાળ ગામના સંદર્ભમાં કરવામાં આવેલ છે. આ અભ્યાસમાં આકસ્મિક નિદર્શન પદ્ધતિનો ઉપયોગ કરીને ૨૦ ખેડૂતોને આવરી લેવામાં આવેલ છે. અહીં ૧૦ ખેડૂતો હજરપુરા ગામના છે અને બાકીના ૧૦ ખેડૂતો ભુછાળ ગામના છે. આ અભ્યસમાં પ્રાપ્ત થયેલ માહિતીનું વિશ્વલેષણ કરવા માટે કમ્પ્યૂટર સોફટવેર જેવા કે એકસલ અને એસ.પી.એસ.એસ. નો ઉપયોગ કરવામાં આવેલ છે.
ચાવીરૂપ શબ્દોઃ કૃષિ ક્ષેત્રે, ટીસ્યુકલ્ચર, ખેડૂતો, કેળની ખેતી, આર્થિક વિકાસ.
ગુજરાતના પ્રવાસનનો ઉદ્યોગ અને દલિતો
- ર્ડા. રાજેશ લકુમ
સારાંશઃ
પ્રવાસન સમાજશાસ્ત્રમાં પ્રવાસી અને સ્થાનિક વચ્ચેના સામાજિક-સાંસ્કૃતિક આદાનપ્રદાનનો અભ્યાસ કરેલ છે. પ્રવાસન સ્થળો પર પ્રવાસન ઉદ્યોગના વિકાસથી સ્થાનિક લોકો માટે આર્થિક ઉપાર્જનનું માધ્યમ પણ બન્યું છે. વિશ્વમાં પ્રવાસન ઉદ્યોગ અને સમાજ વિશેના અનેક અભ્યાસો થયેલ જોવા મળે છે. પરંતુ ગુજરાતના સંદર્ભે પ્રવાસન સમાજશાસ્ત્ર વિશે સંશાધેધનમાં વધારે ખેડાણ થયું નથી. જેથી ગુજરાતમાં પ્રવાસન સમાજશાસ્ત્રની સમજ મેળવવા માટે વિવિધ પ્રશ્નો વિશે વિમર્શ કરવો ખૂબ જરૂરી છે. જેવા કે પ્રવાસન ઉદ્યોગ દ્વારા કેવી રીતે ગુજરાતની અર્થવ્યવસ્થાને ઉપયોગી થાય છે ? પ્રવાસન ઉદ્યોગ અને દલિતો વચ્ચે શું સંબંધ છે ? પ્રવાસન બજેટમાં દલિતોની ભાગીદારી કેટલી છે ? પ્રવાસન યોજના કેવી રીતે દલિતલક્ષી બની શકે ? તથા પ્રવાસન સ્થળો જ્ઞાતિ અને ધર્મ કેવી રીતે પ્રવર્તમાન રાખે છે. તેમજ પ્રવાસન ઉદ્યોગ સ્થળો પર કેવા જ્ઞાતિગત ભેદભાવ પ્રવર્તે છે ? પ્રવાસન ઉદ્યોગ કવી રીતે વંચિત સમુદાયને ઉપયોગી બની શકે ? વગેરે પ્રશ્નોની ચકાસણી કરવાનો મુખ્ય હેતુ પ્રસ્તુત લેખમાં રાખવામાં આવ્યો છે. સામાન્ય રીતે પ્રવાસીઓ માટે પ્રવાસન સ્થળ એક આનંદ મેળવવાનું માધ્યમ માને છે જયારે પ્રવાસન ઉદ્યોગમાં જોાયેલ વ્યકિત કે જૂથ તેને મૂડી પેદા કરવાનું સાધન માને છે. એટલે કે પ્રવાસન ઉદ્યોગ અને સ્થાનિક વંચિત લોકોને મદદરૂપ થઇ શકે તે વિશેની વિમર્શ કરવાની જરૂર છે.
ચાવીરૂપ શબ્દોઃ પ્રવાસન, સમાજ જ્ઞાતિ, દલિત, પ્રવાસી અને સ્થાનિક.
Thaltej Road, Near Door Darshan Kendra, Ahmedabad, 380 054 Gujarat, India.
+91 79 26850598
+91 79 26851714